Advertisement

1લી એપ્રિલે જ ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ! કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં સીધો 195.5 રૂપિયાનો ભડકો

1લી એપ્રિલે જ ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ! કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં સીધો 195.5 રૂપિયાનો ભડકો

વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઊર્જા સંકટ અને મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ભડકેલા યુદ્ધની સીધી અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં 50% જેટલો જંગી ઉછાળો આવતા સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (જેવી કે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ) કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે.


કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો વધુ મોંઘો

સરકારી તેલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નવા ભાવ મુજબ, દિલ્હીમાં 19 કિલો વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં સીધો 195.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ તોતિંગ વધારા સાથે હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો નવો ભાવ 2,078.50 રૂપિયા થઈ ગયો છે. અત્રે નોંધનીય છે કે, અગાઉ 1લી માર્ચના રોજ પણ આ સિલિન્ડરના ભાવમાં 114.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો પર આ મોંઘવારીનો સીધો માર પડશે.


ઘરેલું રાંધણ ગેસના ભાવમાં કોઈ વધ-ઘટ નહીં

જોકે, સામાન્ય ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે 14.2 કિલોના ઘરેલું રાંધણ ગેસ (LPG) ના ભાવમાં હાલ કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.


દિલ્હીમાં ઘરેલું સિલિન્ડરની કિંમત 913 રૂપિયા પર યથાવત રાખવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે છેલ્લે 7મી માર્ચના રોજ ઘરેલું સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો કરાયો હતો.


સપ્લાય પર 20% નો કાપ મુકાયો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જંગને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં મોટો અવરોધ ઉભો થયો

Advertisement