આણંદ: વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના - ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. આ પ્રક્રિયામાં સ્વ-ગણતરી કરવી સહેલી છે. આગામી ૩૧ મે દરમિયાન નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકે છે.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારે વસ્તી ગણતરી 2017 અંતર્ગત સ્વ ગણતરી પૂર્ણ કરી છે.
તેમણે આણંદ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરતા જણાવ્યું છે કે, વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે.
આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે નાગરિકોને અપીલ કરી છે કે, મેં સ્વ ગણતરી ઓનલાઇન પૂર્ણ કરી છે અને તમે બધા પણ પૂર્ણ કરો. નાગરિકો hppts://se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશો તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.