Advertisement

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: કન્ટેનર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક આરોપીની ધરપકડ

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: કન્ટેનર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક આરોપીની ધરપકડ

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાસદ-તારાપુર હાઇવે પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે પોલીસે સત્યમ પાબલિક હોટલ નજીક પાર્ક કરાયેલા કન્ટેનર ટ્રકની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી ખેપ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹3.48 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કન્ટેનર ટ્રક નંબર NL-01-AB-7305 ને ચેક કરવામાં આવ્યો હતો. ટ્રકની પાછળના ભાગમાં બનાવેલા ગુપ્ત ખાનેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે કુલ 5,504 નંગ દારૂની બોટલો કબ્જે કરી હતી.


આ કેસમાં હરિયાણાના નૂહ જિલ્લામાં રહેતા સાબિરહુસેન ઉર્ફે અબ્દુલ મજીદને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ ભરેલો કન્ટેનર, મોબાઇલ ફોન સહિત કુલ ₹3,48,28,192 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ વાસદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement