આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત લોકશાહીના મહાપર્વને લઈને મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ સમયે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ એ પોતાના પરિવાર સાથે D.Z. પટેલ સ્કૂલ ખાતે પહોંચી મતદાન કર્યું હતું. તેમણે મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
મતદાન બાદ ધારાસભ્યએ જનતાને અપીલ કરતા કહ્યું કે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. તેમણે ખાસ કરીને યુવાનોને આગળ આવીને મતદાન કરવાની વિનંતી કરી હતી. પરિવાર સાથે મતદાન કરવાથી એક સકારાત્મક સંદેશ ગયો છે કે લોકશાહી મજબૂત બનાવવા દરેકનો સહયોગ જરૂરી છે.