Advertisement

બોરસદ નગરપાલિકા ચૂંટણી 2026: વધુ 3 ઉમેદવારી પત્રો ભરાયા, કુલ સંખ્યા 7 પહોંચી

બોરસદ નગરપાલિકા ચૂંટણી 2026: વધુ 3 ઉમેદવારી પત્રો ભરાયા, કુલ સંખ્યા 7 પહોંચી

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કાર્યક્રમ જાહેર થતાં આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા તેજ બની છે અને આચારસંહિતાનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બન્યું છે. બોરસદ નગરપાલિકાની 09 વોર્ડની 36 બેઠકો માટે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આજે ત્રીજા દિવસે વધુ 03 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે.


આ સાથે બોરસદ નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 07 ઉમેદવારી પત્રો ભરાયા છે, જ્યારે અન્ય નગરપાલિકાઓ જેમ કે ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા અને તારાપુરમાં તેમજ કરમસદ આણંદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તમામ 08 તાલુકા પંચાયતોમાં હજી સુધી એક પણ ઉમેદવારી પત્ર નોંધાયો નથી. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ છે, જ્યારે 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે, જેને લઈને આગામી દિવસોમાં ચૂંટણીની ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે.

Advertisement