Advertisement

ખેડા: વડતાલ ધામના સાધુ-સંતોએ ઉજવ્યો લોકશાહીનો પર્વ

ખેડા: વડતાલ ધામના સાધુ-સંતોએ ઉજવ્યો લોકશાહીનો પર્વ

ખેડા જિલ્લામાં લોકશાહી પર્વને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં વડતાલ ધામના સાધુ-સંતોએ મતદાન કરીને પોતાની નાગરિક ફરજ નિભાવી હતી. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જેમાં 92 વર્ષના વયોવૃદ્ધ સંતે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેને સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી અને લોકશાહીને મજબૂત બનાવવા સૌને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

Advertisement