Advertisement

LPG સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન! જનતાને વૈકલ્પિક વ્યવસ્થા શોધવાની સલાહ

LPG સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન! જનતાને વૈકલ્પિક વ્યવસ્થા શોધવાની સલાહ

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે LPG પુરવઠા પર અસર પડતાં કેન્દ્ર સરકારે પરિસ્થિતિને ગંભીર ગણાવી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સરકારે જણાવ્યું કે હાલ ઘરેલુ ગ્રાહકોને પુરવઠો ચાલુ છે, છતાં હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ઘટતા ભવિષ્યમાં અછતની શક્યતા ઉભી થઈ છે. તેથી જનતાને અફવાઓથી દૂર રહેવા, માત્ર જરૂરિયાત મુજબ જ સિલિન્ડર બુક કરવા અને વૈકલ્પિક ઇંધણ વ્યવસ્થા અંગે વિચાર કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ કાળાબજાર અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે અને સ્થાનિક ઉત્પાદન વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી સામાન્ય લોકોને યોગ્ય રીતે ગેસ ઉપલબ્ધ રહી શકે.

Advertisement