Advertisement

નાણાં રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે પેટલાદ તાલુકા પંચાયત કચેરીના રૂપિયા ૩.૮૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું

નાણાં રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે પેટલાદ તાલુકા પંચાયત કચેરીના રૂપિયા ૩.૮૦ કરોડના ખર્ચે તૈયાર થનાર નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું

આણંદ: ‘વિકસિત ગુજરાત, વિકસિત પેટલાદ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પેટલાદ ખાતે ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મંજૂર કરાયેલ પેટલાદ તાલુકા પંચાયત કચેરીના નવીન અદ્યતન મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.          


આ ભુમીપુજન કાર્યક્રમ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવ્યું હતું. 


અંદાજીત રૂપિયા ૩.૮૦ કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવનાર સુવિધા સભર મકાન સ્થાનિક વહીવટી કામગીરીને વધુ વેગવંતી બનાવશે અને ગ્રામીણ નાગરિકોને એક જ સ્થળે તમામ સરકારી સેવાઓ સરળતાથી મળી રહેશે. 


 આ પ્રસંગે સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લાના અગ્રણી નેતા શ્રી સંજયભાઈ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી (TDO), પેટલાદ તાલુકાના વિવિધ ગામોના સરપંચો, તલાટીઓ તેમજ સ્થાનિક નગરજનો અને આગેવાનોએ હાજર રહ્યા હતા.

Advertisement