1. કુલ ટ્રાફિક ગુનાઓનો આંકડો
વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 31.28 લાખથી વધુ ગુનાઓ નોંધાયા, જે માર્ગ સુરક્ષા માટે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
2. હેલ્મેટ અને સીટબેલ્ટ પર સૌથી વધુ કાર્યવાહી
રાજ્યમાં 19 લાખથી વધુ લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ દંડવામાં આવ્યા, જ્યારે 4.29 લાખ લોકો સામે સીટબેલ્ટ ન પહેરવા બદલ કાર્યવાહી કરવામાં આવી.
3. ઓવર સ્પીડ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કેસ
ઓવર સ્પીડિંગ માટે 4.11 લાખ કેસ નોંધાયા, જ્યારે 35,611 લોકો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના ગુનાઓ નોંધાયા, જે અકસ્માતોના મુખ્ય કારણોમાં ગણાય છે.
4. મોબાઈલ અને અન્ય નિયમ ભંગ
વાહન ચલાવતા સમયે મોબાઈલ વાપરવા બદલ 2.37 લાખ લોકો સામે કાર્યવાહી, તેમજ ઓવરલોડ માટે 43,082 અને ઈન્શ્યોરન્સ વગર વાહન ચલાવનાર 24,890 લોકો સામે દંડ કરવામાં આવ્યો.
5. બ્લેક સ્પોટ અને અકસ્માતનો ડેટા
રાજ્યમાં 32 બ્લેક સ્પોટ ઓળખાયા, જેમાં વડોદરાના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ અકસ્માત નોંધાયા. કુલ 253 જીવલેણ અકસ્માતોમાં 281 લોકોના મોત થયા, જોકે ગયા વર્ષની સરખામણીએ મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે.