Advertisement

આજનું રાશિફળ (૨ મે, ૨૦૨૬)

આજનું રાશિફળ (૨ મે, ૨૦૨૬)

મેષ (અ, લ, ઈ): આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યવસાયમાં ટીમ વર્કથી સફળતા મળશે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું. લગ્નજીવન સુખમય રહેશે.


વૃષભ (બ, વ, ઉ): નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી અને જોખમ ટાળવું. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. જૂની બીમારીમાં રાહત જણાય, પણ સાવધ રહેવું.


મિથુન (ક, છ, ઘ): દિવસ ઉતાર-ચઢાવ વાળો રહેશે. આર્થિક બાબતોમાં સાવધ રહેવું. સંતાનો કે જીવનસાથીની ચિંતા સતાવી શકે છે. ઉતાવળિયા નિર્ણયો ન લેવા.


કર્ક (ડ, હ): માનસિક તાજગી અને ઉત્સાહ જળવાઈ રહેશે. કરિયરમાં પ્રગતિના યોગ છે. પરિવાર સાથે સારો સમય વિતી શકે છે.


સિંહ (મ, ટ): સામાજિક પ્રતિષ્ઠા વધશે. વિરોધીઓ પર વિજય મળશે. નવા કાર્યો શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. ભાઈ-બહેનોનો સહયોગ મળશે.


કન્યા (પ, ઠ, ણ): આર્થિક આયોજન માટે સારો દિવસ છે. મિલકત સંબંધિત રોકાણ ફાયદાકારક રહી શકે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગના યોગ છે.


તુલા (ર, ત): તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રિયજન સાથે મુલાકાત થવાની શક્યતા છે.


વૃશ્ચિક (ન, ય): વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નાણાકીય લાભના યોગ છે, પરંતુ મોજશોખ પાછળ ખર્ચ પણ વધશે.


ધન (ભ, ધ, ફ, ઢ): આવકના સ્ત્રોત વધશે. મિત્રો અને સંબંધીઓ તરફથી લાભ મળશે. વ્યવસાયિક મુસાફરી સફળ રહેશે.


મકર (ખ, જ): નોકરી કે વ્યવસાયમાં પ્રમોશન અથવા પ્રગતિની શક્યતા છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માન વધશે.


કુંભ (ગ, શ, સ): ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. અટકેલા કામો પૂરા કરવામાં મહેનત વધશે.


મીન (દ, ચ, ઝ, થ): સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું. અચાનક ધન લાભ થઈ શકે છે, પરંતુ વાણી પર સંયમ રાખવો હિતાવહ છે.

Advertisement