Advertisement

આણંદ જિલ્લામાં વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ રાખતી શાળાઓ સામે કાર્યવાહીની સૂચના

આણંદ જિલ્લામાં વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ રાખતી શાળાઓ સામે કાર્યવાહીની સૂચના

આણંદ: જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, આણંદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લાની અમુક શાળાઓમાં ઉનાળુ વેકેશન દરમિયાન પણ શૈક્ષણિક કાર્ય શરૂ હોવાનું ધ્યાન પર આવ્યું છે. સરકારના નિયમો અનુસાર, તા. ૦૪/૦૫/૨૦૨૫ થી તા. ૦૭/૦૬/૨૦૨૫ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે, જે દરમિયાન કોઈપણ શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ રાખી શકાય નહીં.

          આથી, જિલ્લાની તમામ શાળાઓને સૂચના આપવામાં આવે છે કે જો કોઈ પણ પ્રકારના શૈક્ષણિક કાર્યો કે વર્ગો શરૂ હોય, તો તેને તાત્કાલિક અસરથી બંધ કરવા. જો ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ ચાલુ હોવાનું કચેરીના ધ્યાને આવશે, તો સંબંધિત શાળા સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિનિયમની જોગવાઈ મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તમામ શાળા સંચાલકોને આ આદેશની ગંભીર નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા યાદીમાં વધુમાં જણાવાયું છે.

Advertisement