Advertisement

આણંદમાં ગમખ્વાર અકસ્માત! રોંગ સાઈડથી આવેલી રિક્ષા ટ્રક સાથે અથડાઈ, પેસેન્જરનું મોત, ડ્રાઈવર ફરાર

આણંદમાં ગમખ્વાર અકસ્માત! રોંગ સાઈડથી આવેલી રિક્ષા ટ્રક સાથે અથડાઈ, પેસેન્જરનું મોત, ડ્રાઈવર ફરાર

આણંદ-સોજીત્રા રોડ પર મધુબન રિસોર્ટ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં રોંગ સાઈડથી આવી રહેલી રિક્ષા ટ્રક સાથે જોરદાર અથડાતા એક પેસેન્જરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત સમયે રિક્ષામાં બે લોકો સવાર હતા, પરંતુ ઘટનાના તરત બાદ રિક્ષાચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરી છે, સાથે જ ફરાર ચાલકની શોધખોળ તેજ કરવામાં આવી છે. 🚨

Advertisement