અદાણી યુનિવર્સિટી અને IIT મંડી વચ્ચે સંશોધન અને શૈક્ષણિક સહયોગ વધારવા માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે આગામી પાંચ વર્ષ માટે મજબૂત ભાગીદારીનું પાયું બનશે. આ કરાર હેઠળ સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ, સહ-લેખન, ફેકલ્ટી અને વિદ્યાર્થી આદાન-પ્રદાન તેમજ ઇન્ટર્નશિપ જેવી તકો ઉભી થશે. સાથે જ બંને સંસ્થાઓ સંશોધન ફંડિંગ, સેમિનાર-પરિષદો અને ટૂંકા ગાળાના શૈક્ષણિક કાર્યક્રમો પર પણ સાથે કામ કરશે, જેના કારણે વિદ્યાર્થીઓને વધુ સંસાધનો અને શીખવાની નવી તક મળશે.
અદાણી યુનિવર્સિટી અને IIT મંડી વચ્ચે MoU, સંશોધન-શૈક્ષણિક સહયોગને મળશે વેગ