Advertisement

ગુજરાત પોલીસમાં મોટા પાયે બદલી: 35 અધિકારીઓને વધારાનો ચાર્જ

ગુજરાત પોલીસમાં મોટા પાયે બદલી: 35 અધિકારીઓને વધારાનો ચાર્જ


રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે રાજ્યભરના અંદાજે 35 પોલીસ અધિકારીઓની આંતરિક બદલી તેમજ વધારાનો કાર્યભાર સોંપવાનો આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે.


જારી કરાયેલા જાહેરનામા અનુસાર DySP અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અનેક અધિકારીઓને તેમના વર્તમાન હોદ્દા સાથે સાથે નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. આ બદલાવ પોલીસ પ્રશાસનની કામગીરી વધુ અસરકારક અને સુચારૂ રીતે ચલાવવા માટે કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.


ખાસ કરીને SC/ST સેલમાં ફરજ બજાવતા અધિકારીઓને વિવિધ ડિવિઝનના SDPO (સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર) તરીકે વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આથી સંબંધિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.


આ યાદીમાં સુરત, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, સાબરકાંઠા, મહેસાણા અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. ગૃહ વિભાગના આ નિર્ણયથી રાજ્યના પોલીસ વિભાગમાં પ્રશાસનિક ગતિશીલતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




1. ચિરાગ વડદોરિયા – ACP, C Division, સુરત સિટી

2. આસ્થા રાણા – SDPO, વિરમગામ

3. તપન ડોડિયા – SDPO, ધંધુકા

4. કિરણલ રાઠોડ – SDPO, ખેડા

5. કુલદીપ નૈયી – SDPO, ખેડબ્રહ્મા

6. જય કંસારા – SDPO, ખેરાલુ

7. પરેશ રેણુકા – SDPO, પાટણ

8. કુણાલ પરમાર – SDPO, રાધનપુર

9. વિરલ ચંદન – SDPO, સાવરકુંડલા

10. વિસ્મય માનસેટા – SDPO, લાઠી

11. નયના ગોરડિયા – SDPO, રાજુલા

12. રીમા ઝાલા – SDPO, મહુવા

13. ચિંતન પટેલ – SDPO, બરવાળા

14. રવિરાજસિંહ પરમાર – SDPO, જુનાગઢ રૂરલ

15. ઋતુ રાબા – SDPO, પોરબંદર સિટી

16. ધ્રુવલ સુતારિયા – SDPO, રાણાવાવ

17. પીયુષ વાંદા – SDPO, જામનગર રૂરલ

18. મીત રૂદલ – SDPO, ખંભાળિયા

19. નિકુંજ પટેલ – SDPO, પાટડી

20. અનિલ સિસારા – SDPO, દહેજ

21. બૃંદા જાડેજા – SDPO, ગોધરા

22. નવીન અહિર – SDPO, કાલોલ (પંચમહાલ)

23. હર્ષેશભાઈ ચંદુ – SDPO, વાંસદા

24. શિલ્પા ભરાઈ – SDPO, દિયોદર

25. વિશ્વા શાહ – SDPO, ભુજ

26. મનીષા દેસાઈ – SDPO, નલિયા

27. હર્ષા ચૌધરી – SDPO, વડોદરા રૂરલ

28. રિદ્ધિ ગુપ્તે – SDPO, સંત્રામપુર

29. મિત્તલ સકારિયા – SDPO, લીમખેડા

30. મિલન મોદી – ACP, K Division, સુરત સિટી

31. પાર્થ ચોવટિયા – ACP, L Division, સુરત સિટી

32. આર. આર. વસાવા – DySP, IB, ગાંધીનગર

33. એ.વી. પરમાર – ACP, A Division, અમદાવાદ સિટી

34. ડી.વી. ડોડિયા – DySP, IB, ગાંધીનગર

35. એમ.વી. કિકાણી – DySP, IB, ગાંધીનગર


Advertisement