ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા ક્લાસ-2 (વર્ગ-2) ના 23 જેટલા અધિકારીઓને ક્લાસ-1 (વર્ગ-1) માં બઢતી આપીને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
વહીવટી માળખામાં મોટો ફેરબદલ
રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, ગુજરાત વિકાસ સેવા (GVS) હેઠળ આવતા ક્લાસ-2 ના 23 જેટલા અધિકારીઓને હવે ગુજરાત વહીવટી સેવા (GAS - જુનિયર સ્કેલ) ક્લાસ-1 માં પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બઢતીની સાથે જ જે-તે અધિકારીઓની નવી જગ્યાએ નિયુક્તિ અને બદલીના આદેશો પણ તાત્કાલિક અસરથી કરી દેવામાં આવ્યા છે.
નવું પગાર ધોરણ અને નિમણૂકની શરતો
બઢતી મેળવનાર આ તમામ 23 અધિકારીઓને સરકારના નિયમ મુજબ પે મેટ્રીક્સ લેવલ-10 (રૂ. 56,100 થી રૂ. 1,77,500) ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં વહીવટી કામગીરીની સરળતા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ બઢતી તદ્દન હંગામી ધોરણે અને 'ઇન-સીટુ' (in-situ) આપવામાં આવી છે.
ચૂંટણી પહેલા કેમ તેજ થઈ કવાયત?
રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની સ્થાનિક ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે. આ સમયે પંચાયત અને ગ્રામ વિકાસ જેવા પાયાના અને છેવાડાના માનવી સાથે જોડાયેલા વિભાગોમાં થયેલી આ બઢતી અને બદલીઓ ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. વહીવટી વર્તુળોના મતે, ગ્રામીણ સ્તરે સરકારી યોજનાઓના અમલીકરણને વધુ ઝડપી બનાવવા અને વહીવટી ગતિશીલતા વધારવા માટે ચૂંટણી પહેલા કરવામાં આવેલો આ ફેરફાર ખૂબ જ મહત્વનો સાબિત થશે.
ક્રમઅધિકારીનું નામહાલની નિમણૂંકનું સ્થળ (વર્તમાન પોસ્ટ)બદલીથી નિમણૂંકનું સ્થળ (નવી પોસ્ટ)૧શ્રી પિયુષ તરુણકુમાર પાયઘોડેમદદનીશ પ્રાયોજના અધિકારી(યોજના), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચનાયબ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિ.દાહોદ
૨શ્રી મનહરભાઈ ડાહ્યાભાઈ દેસાઈતાલુકા વિકાસ અધિકારી, હાલોલ, જિ.પંચમહાલનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિ.પોરબંદર
૩શ્રી ભાવિન છગનલાલ કથિરિયામદદનીશ વહીવટી અધિકારી, ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ, ગાંધીનગરનાયબ કલેક્ટર-૨, કલેક્ટર કચેરી, જિ.પોરબંદર
૪શ્રી અલ્પેશકુમાર ભુપેન્દ્રભાઈ જોષીતાલુકા વિકાસ અધિકારી, જામનગર, જિ.જામનગરનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.અમરેલી
૫શ્રી રજની રઘુભાઈ ઠુંમરતાલુકા વિકાસ અધિકારી, ધોરાજી, જિ.રાજકોટનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.જૂનાગઢ
૬શ્રી વિકાસ રામબચન કુમારતાલુકા વિકાસ અધિકારી, ધંધુકા, જિ.અમદાવાદનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિ.અરવલ્લી
૭શ્રી પારસ અશોક ચૌહાણતાલુકા વિકાસ અધિકારી, વસો, જિ.ખેડાનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.વડોદરા
૮શ્રી બ્રિજેશ રસીકભાઈ સોજિત્રાતાલુકા વિકાસ અધિકારી, જોડિયા, જિ.જામનગરનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.રાજકોટ
૯શ્રી મૌલિક જયેન્દ્રભાઈ દેસાઈતાલુકા વિકાસ અધિકારી, કડી, જિ.મહેસાણાનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિ.બનાસકાંઠા
૧૦શ્રી બીપીન બચુભાઈ પરમારતાલુકા વિકાસ અધિકારી, કપડવંજ, જિ.ખેડાનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.બોટાદ
૧૧કુ. જૈમિની દિપકકુમાર પટેલતાલુકા વિકાસ અધિકારી, કરજણ, જિ.વડોદરાનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.ખેડા
૧૨શ્રી પાર્થ ગવાભાઈ પરમારતાલુકા વિકાસ અધિકારી, વિંછીયા, જિ.રાજકોટનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.સુરેન્દ્રનગર
૧૩શ્રી રાજેન્દ્રસીંગ વેલસીંગ ઠાકોરતાલુકા વિકાસ અધિકારી, જૂનાગઢ, જિ.જૂનાગઢનાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિ.વાવ-થરાદ
૧૪સુશ્રી અમી શાંતિલાલ પટેલચીટનીશ, વિકાસ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરનાયબ સચિવ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર
૧૫શ્રી ભુપેન્દ્રકુમાર બાબુભાઈ રાઠોડતાલુકા વિકાસ અધિકારી, ભરૂચ, જિ.ભરૂચનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.બનાસકાંઠા
૧૬કુ. માધુરીબેન કંચનભાઈ પટેલતાલુકા વિકાસ અધિકારી, ગલતેશ્વર, જિ.ખેડાનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.કચ્છ
૧૭કુ. સપનાસિંહ પ્રશાંતસિંહ રાજપૂતતાલુકા વિકાસ અધિકારી, પ્રાંતિજ, જિ.સાબરકાંઠામદદનીશ વિકાસ કમિશ્નર, વિકાસ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર
૧૮કુ. અલ્પના મોહનલાલ નાયરતાલુકા વિકાસ અધિકારી, વ્યારા, જિ.તાપીનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.તાપી
૧૯શ્રી કૃણાલ રાયચંદભાઈ ડામોરતાલુકા વિકાસ અધિકારી, સંજેલી, જિ.દાહોદનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.પંચમહાલ
૨૦શ્રી વિશાલકુમાર હસમુખભાઈ પટેલતાલુકા વિકાસ અધિકારી, પારડી, જિ.વલસાડનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.ભરૂચ
૨૧શ્રી સાગર પ્રતાપભાઈ ખોદરતાલુકા વિકાસ અધિકારી, વિજયનગર, જિ.સાબરકાંઠાનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.ભાવનગર
૨૨કુ. પૂનમ રમણલાલ ડામોરતાલુકા વિકાસ અધિકારી, ફતેપુરા, જિ.દાહોદનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.છોટાઉદેપુર
૨૩કુ. હેતલબેન લાલુભાઈ કટારાતાલુકા વિકાસ અધિકારી, કડાણા, જિ.મહીસાગરનાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચેરી, જિ.દાહોદ