Advertisement

કરમસદ-આણંદ મનપા ચૂંટણી માટે ભાજપે શરૂ કરી દાવેદારોની સેન્સ પ્રક્રિયા

કરમસદ-આણંદ મનપા ચૂંટણી માટે ભાજપે શરૂ કરી દાવેદારોની સેન્સ પ્રક્રિયા

કરમસદ-આણંદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ભાજપે દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા અંતર્ગત પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાવેદારી કરવા એક પછી એક નેતાઓ વિદ્યાનગર સ્થિત કમલમ ખાતે પહોંચી રહ્યા છે, જ્યાં ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા અને મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

Advertisement