સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 અંતર્ગત પેટલાદ વિસ્તારમાં મતદાનનો માહોલ ઉત્સાહભર્યો રહ્યો હતો. પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલે શાહપુર સ્થિત એમ.એમ. પટેલ પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ અવસરે તેમની ધર્મપત્ની દિપીકાબેન પણ સાથે હાજર રહી, જેના કારણે મતદાન કેન્દ્ર પર વિશેષ ચાહત અને ચહલપહલ જોવા મળી હતી.
મતદાન બાદ મંત્રીશ્રીએ યુવાનો અને વડીલોને સંબોધતા “પહેલાં મતદાન, પછી જલપાન” નો સંદેશ આપ્યો હતો અને સૌને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે એક મત પણ જિલ્લા, તાલુકા, શહેર અને ગામના વિકાસમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે. તેમના આ સંદેશને કારણે સ્થાનિકોમાં મતદાન પ્રત્યે વધુ જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.