Advertisement

સાવધાન! LPG બુકિંગના નામે વોટ્સએપ ઠગાઈ, એક ક્લિકમાં ખાતું ખાલી

સાવધાન! LPG બુકિંગના નામે વોટ્સએપ ઠગાઈ, એક ક્લિકમાં ખાતું ખાલી

1️⃣ LPG બુકિંગના નામે સાયબર ઠગોની નવી ચાલ
સાયબર ઠગો LPG બુકિંગના બહાને વોટ્સએપ પર મેસેજ મોકલી લોકોને ફસાવે છે. તેઓ લીક થયેલા ડેટા અથવા રેન્ડમ નંબર પર મેસેજ મોકલીને યુઝરને વિશ્વાસમાં લે છે અને ખોટી લિંક અથવા એપ દ્વારા સ્કેમની શરૂઆત કરે છે.

2️⃣ એપ ઇન્સ્ટોલ કરતાં જ શરૂ થાય છે ઠગાઈ
યુઝર એપ ઇન્સ્ટોલ કરીને તમામ પરમિશન ‘Allow’ કરે છે ત્યારબાદ મોબાઈલમાં SMS અને કોલ ફોરવર્ડિંગ સર્વિસ એક્ટિવ થઈ જાય છે, જેના કારણે તમામ મહત્વના મેસેજ ઠગો સુધી પહોંચી જાય છે.

3️⃣ OTP ચોરીથી WhatsApp અને બેન્ક પર કબ્જો
સાયબર ઠગો OTP મેળવીને યુઝરના WhatsAppમાં લોગિન કરી લે છે અને તેને લોગઆઉટ કરી દે છે. સાથે જ બેન્કિંગ OTPનો ઉપયોગ કરીને ખાતામાંથી પૈસા પણ ઉઠાવી શકે છે.

4️⃣ હેક થયેલા એકાઉન્ટથી સ્કેમનો ફેલાવો
એકવાર WhatsApp હેક થઈ જાય પછી ઠગો યુઝરના કોન્ટેક્ટ્સ અને ગ્રૂપમાં LPG બુકિંગના નામે ખોટા મેસેજ મોકલે છે, જેથી વધુ લોકો આ માયાજાળમાં ફસાઈ જાય છે.

5️⃣ સ્કેમનો સંપૂર્ણ સાયકલ
આ સમગ્ર પ્રક્રિયામાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી સ્કેમ ફેલાતો રહે છે, કારણ કે મેસેજ ઓળખીતાના નંબર પરથી આવતા હોવાથી લોકો સરળતાથી વિશ્વાસ કરી લે છે.

6️⃣ બચવા માટે શું કરવું?
આવા કિસ્સામાં તરત સિમ કાઢવું, શંકાસ્પદ એપ ડિલીટ કરવી અથવા ફોન ફોર્મેટ કરવો, WhatsApp Grievance Form દ્વારા એકાઉન્ટ રિકવર કરવું અને Two-Step Verification ચાલુ કરવું જરૂરી છે.

Advertisement