ઉમરેઠ નગરપાલિકામાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. નગરપાલિકાની આ નવી ટીમ શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન પરેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મૌલિકકુમાર અરવિંદભાઈ પટેલની વરણી થઈ છે.
આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે હેમાલી શ્રેણીકભાઈ સુકલ, પક્ષના નેતા તરીકે ચેતનાબેન સુજલભાઈ શાહ તેમજ દંડક તરીકે અશોકભાઈ રણછોડભાઈ ભોઈની નિમણૂંક કરવામાં આવી છે. નવી ટીમને શહેરના આગેવાનો, કાર્યકરો અને નાગરિકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. શહેરના વિકાસ, સ્વચ્છતા અને જનસુવિધાના કાર્યોમાં નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી લોક અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.