Advertisement

ઉમરેઠ પેટા ચૂંટણી મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખુલ્યો

ઉમરેઠ પેટા ચૂંટણી મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખુલ્યો

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. મતગણતરીના પ્રારંભે જનરલ ઓબ્ઝર્વર  માતા દિન મીણા, જિલ્લા ચૂંટણી અધિકારી  પ્રવીણ ચૌધરી તેમજ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી  જીજ્ઞાબેન પટેલની ઉપસ્થિતિમાં ઇવીએમનો સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા કડક સુરક્ષા અને નિયમોનું પાલન કરીને પારદર્શક રીતે હાથ ધરાઈ રહી છે. મતગણતરી કેન્દ્ર ખાતે તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

Advertisement