Advertisement

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 'વાંચે ગુજરાત 2.0' અંતર્ગત વાંચન-સંસ્કૃતિ મજબૂત કરવા માટે The Book Talk Club સાથે MoU પર હસ્તાક્ષર

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 'વાંચે ગુજરાત 2.0' અંતર્ગત વાંચન-સંસ્કૃતિ મજબૂત કરવા માટે The Book Talk Club સાથે MoU પર હસ્તાક્ષર

સરદાર પટેલ યુનિવર્સિટી દ્રારા આ ઐતિહાસિક MoU કુલપતિ શ્રી ડૉ.નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલના હસ્તે સુસંપન્ન થયો. યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ. બિરજ પટેલ તેમજ કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષણ વિભાગના પ્રોફેસર ડૉ. અલ્કા મેકવાન અને ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રાજેશ્વરી પટેલ હાજર રહ્યા હતાં. યુનિવર્સિટીએ વાંચન-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં The Book Talk Club સાથે આત્મીય સહકાર દ્વારા "વાંચે ગુજરાત 2.0" પહેલ શરૂ કરી છે. વાંચનની આદત, વાંચનની અભિરુચિ અને સ્વતંત્ર વિચારશક્તિને પ્રોત્સાહિત કરવા માટે બંને સંસ્થાઓ વચ્ચે ઔપચારિક રીતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.


આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાયમાં વિવિધ વાંચન આધારિત પ્રવૃત્તિઓ, ચર્ચાઓ અને સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી અભ્યાસુઓ વિવિધ દ્રષ્ટિકોણને સમજવા અને પોતાની વિચારક્ષમતા તથા સર્જનાત્મક ક્ષમતાઓ મજબૂત બનાવી શકે.


આવતા મહિના થી સરદાર પટેલ યુનિવર્સિટી “અનુભૂતિ” નામનું અનોખું રીડર-એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરશે. અહીં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને પુસ્તકપ્રેમીઓ એકત્રિત થઈ પોતાનાં વાંચન અનુભવો, વિચારો અને પ્રતિભાવ એકબીજાં સાથે વહેંચશે. આ પહેલનો હેતુ જ્ઞાનની વહેંચણી અને અર્થપૂર્ણ વાર્તાલાપ પ્રોત્સાહિત કરતી વિચારશીલ સમુદાયની રચના કરવાનો છે.


MoU પર હસ્તાક્ષર વખતે The Book Talk Clubના સ્થાપક હર્ષભાઈ બારોટ, ઉપપ્રમુખ કેતન પ્રજાપતિ અને સંસ્થાકીય સચિવ તરીકે હેતવી રાવલ, હિરલ પટેલ તેમજ સંપૂર્ણ ટીમ હાજર રહી હતી.


આ સહયોગ વાંચન, વાર્તાલાપ અને વિચાર વિકાસ દ્વારા શીખનારાઓને જ્ઞાન મેળવવાના દ્રષ્ટિકોણને મજબૂત કરે છે, જે 'વાંચે ગુજરાત 2.0'ની ભાવનાને અનુરૂપ મજબૂત શૈક્ષણિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનું નિર્માણ કરશે.

Advertisement