Advertisement

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી શક્યતા

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, વાતાવરણમાં ઠંડક પ્રસરે તેવી શક્યતા

રાજ્યમાં ગરમી વચ્ચે હવે હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી અને દિવ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે પણ આ બદલાતું હવામાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Advertisement